ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા

Jay ma Ambe.

કાઠીયાવાડી ખમીર    Image

ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા

સત ધરમને શીલતા વીર દાતારી વિખ્યાત,

કાશીથી કન્યાકુમારી કાઠિયાવાડ પ્રખ્યાત.

નેક, ટેક અને ધરમની જ રે,
અને વળી પાણે પાણે વાત,
ઈ તો સંત ને શૂરાના બેસણાં,
અમ ધરતીની અમીરાત,

હે… ધન દામોકુંડ રેવતી,
અને ધન ધન તીરથ ધામ,
ધન મંદિર ધન માળીયા,
હે ઓલું ધન ગોકુળીયું ગામ,

શાર્દૂલ કેરા સાદથી જ રે અને,
ઓલી ગહકે ગહકે મોરાંય ગીર,
નીજ પહાડા પર સર પ્રાછટે,
એમ મારો ધન નાદે વનવીર,

મનહર મુખે માનુની અને,
ગુણિયલ જાત ગંભીર,
ઈણ કુંખે નર નીપજે,
ઓલા વંકડ મૂછા વીર,

સ્નેહ, હેત ને કરુણાના જ્યાં,
કલ કલ ઝરણાં હાસ્ય કરે,
પ્રીત પાલવડે રોજ પાળીયે,
સિંદૂર વરણી સાંજ ઢળે,

ખમીરવંત ઘોડાં ખરતાડે ને,
પડઘમની જ્યાં થાપ પડી,
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા,
તારી આભે કીર્તિ ધજા અડી,
રે… તારી આભે કીર્તિ ધજા અડી.

શિર પર પગલાં સતી સંતનાં,
જતી કેડી જંગલ વીંધી,
વળી આંગળી ઘર પર પાછી,
મહા ધરમ મારગ ચીંધી,

સત્ય ધરમ કાજે શૂરવીરની,
ખેધીલી તેગો ખખડી,
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા,
તારી આભે કીર્તિ ધજા અડી,
રે…તારી આભે કીર્તિ ધજા અડી.            Nayankumar Vyas, Dhari – Gandhinagar

 

शब्द एक शोधो त्यां संहिता निकळे –    કવિ દાદ – જૂનાગઢ

 

शब्द एक शोधो त्यां संहिता निकळे
कुवो खोदो तो आखी सरिता निकळे
हजु जो जनक जेवा आवी हळ हांके
तो हजी आ धरतीमांथी सीता निकळे
हजु धबके छे क्यांक लक्ष्मण रेखाओ
के रावण जेवा त्यांथी बीता-बीता निकळे
छे कालिदास ने भोजना खंडेरो
जरीक खोतरो त्यां कविता निकळे
छे कृष्णनी वांसळीना ए कटका
के होठे मांडो तो सुर-सरिता निकळे
साव अलग ज तासीर छे आ भुमिनी
के महाभारत वावो तो गीता निकळेे
दत्त जोगी जेवानी जो फूंक लागे तो
हजु धूणा तपना धखता निकळे
‘दाद’आम तो नगर छे साव अजाण्युं
तोय कोक खूणे ओळखीता निकळे

 

કવિ શ્રી સુરેશ દલાલને ને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી

આપણે આપણી રીતે રહેવું:

 

આપણે આપણી રીતે રહેવું, આપણે આપણી રીતે રહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

ફૂલની જેમ ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું

મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!

પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું

લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું જોતા રહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

કવિ સુરેશ દલાલ